નગરપાલિકા દ્વારા સરકારની સૂચના પછી પાલિકાની મિલ્કત ઉપરાંત જુદી જુદી સરકારી કચેરીઓમાં સેનિટાઇઝેશનની કામગીરીનો એક રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ સહિત જુદી જુદીકચેરીઓમાં રેલવે પ્રશાસન દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીધામના રેલવે સ્ટેશન પર રેલવો લોબી, રનિંગ રૂમ, આરપીએફ, જીઆરપીની ઓફિસ વગેરે સ્થળો પર સેનિટાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોરોનાના પગલે યોગ્ય વ્યવસ્થા અને સાવચેતીના પગલારૂપે આપવામાં આવેલી સૂચના પછી આ કાર્યવાહી જુદા જુદા પ્રશાસન દ્વારા પોત પોતાની રીતે અથવા તો અન્ય તો અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહી છે. હરીઓમ હોસ્પિટલને નોવેલ કોરોના વાયરસ અંતર્ગત સમાવવામાં આવતા આ હોસ્પિટલને પણ આજે નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેનની કામગીરી કરવામાં આવી હતી.