મુન્દ્રામાં CFSના ડ્રાઈવર પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પાંચ શખ્સોનો હુમલો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 22, 2020

મુન્દ્રામાં CFSના ડ્રાઈવર પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પાંચ શખ્સોનો હુમલો

મુન્દ્રા મધ્યે સીએફએસમાં ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવાનને મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તેના ભાઈ સમેત અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ મળી ધોકાવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચ ઈસમો વિરુદ્દ મુન્દ્રા પોલીસ થાણા મધ્યે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ દફતરેથી સ્પીડી સીએફએસના ડ્રાઈવર મનોજકુમાર જગદીશ મદેશીયા (ઉ.વ.32)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત સાંજે બનવા પામ્યો હતો. ટ્રક લઈને સ્પીડી સીએફએસ ખાતે જઈ રહેલા ફરીયાદી મનોજને રીગલ ટ્રાન્સપોર્ટના સંચાલક ગજેન્દ્રસિંહ જાડેજા તેના ભાઈ દિલીપસિંહ જાડેજા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ અટકાવી સીએફએસ તરફ જવાની મનાઈ ફરમાવી લાકડીઓ તથા ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે તા. કો. પ્રમુખ, તેના ભાઈની અટકાયત કર્યા બાદ તેમની અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ 323,114,188 અને 506/2 નો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ સીએફએસના સંચાલકો સરકારી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરી તેમના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી. જેના પ્રત્યાઘાત રૂપે સ્પીડી સીએફએસના સુપરવાઈઝરે તેમના વિરુદ્ધ ખોટી ફરીયાદ નોંધાવી હોવાના આક્ષેપ સાથે લોકલ ટ્રાન્સપોર્ટ એસો. અને કચ્છ જિલ્લા ટ્રક એસોએ મુન્દ્રાના પ્રાંત અધિકારી ચૌધરી સમક્ષ લેખિત રજૂઆત કરી પ્રમુખ પ્રત્યે કિન્નાખોરી દાખવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.