લોકડાઉનના બીજા તબક્કામાં અપાયેલી કેટલીક શરતી છૂટના પગલે ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવિધ જણસની ખરીદીનો આરંભ થયો હતો. સમિતિના નિર્ણય મુજબ એકી તારીખે એરંડા અને બેકી તારીખે અનાજનું ખરીદ વેચાણ કરવાનું હોતાં એરંડાના સોદા થયા હતા. બુધવારે અનાજની ખરીદી કરાશે.ખરીદીની પૂર્વ સંધ્યાએ પરિસરને સેનેટાઇઝ કરાયા બાદ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો માલ વેચવા
આવ્યા હતા. એરંડાના 40 કિલોના 1394થી 1464 રૂપિયાના ભાવ લેખે કુલ્લ 287 બોરીના સોદા કરાયા હતા. આ પ્રસંગે ચેરમેન કેશુભાઇ પટેલ, ના. કલેક્ટર મનીષ ગુરવાણી, જીજ્ઞેશ શાહ, નવિન ગણાત્રા, શાંતિલાલ બરાડિયા ઉપસ્થિત રહ્યા હતા.