ચાર દિવસ પૂર્વે ભુજ તાલુકાના હબાય ગામની સીમમાં વન કર્મચારીઓ પર ફાયરીંગ કરવાના ચકચારી કેસમાં જેતે વખતે સસલાનો શિકાર થયો હોવાની પુષ્ટી થઇ હતી આ કેસમાં પધ્ધર પોલીસે બાતમીના આધારે મંગળવારે બોલાડીના બે સહિત ત્રણ આરોપી અને એક સગીર સાથે ચાર જણાને દેશી બંદુક સાથે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત શુક્રવારે મોડી રાત્રે વન કર્મીઓને હબાયના જંગલમાં પેટ્રોલંગ કરી રહયા હતા ત્યારે કેટલાક ઇસમોએ વન કર્મચારીઓ પર પથ્થર મારો કરીને હવામાં બે ગોડીબાર કર્યા હતા. દરમિયાન વન કર્મચારીને સસલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના પોસ્ટ મોર્ટમમાં ગનશોટથી તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું આ કેસમાં પૂર્વ કચ્છ વનવિભાગ ઉતર રેન્જ આર એફઓ વનરાજસિંહ બિહોલે પધ્ધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન પધ્ધર પોલીસ સ્ટાફે બાતમીના આધારે આ ફાયરીંગના કેસમાં સંડોવાયેલા હૈયાત અબ્દુલ મંધરીયા (ઉ.વ.20), રહે બોલાડી તાલુકો ભુજ, તથા રમજુ લતીફ ત્રાયા (ઉ.વ.30) રહે ભુજ હંગામી આવાસ જીઆઇડીસીની બાજુમાં હુશેની ચોકવાળો મુળ ભુજ તાલુકાના ગંઢેર ગામનાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછતાછમાં આ કામમાં સંડોવાયેલા આરોપી કરીમ સાલેમામદ મંધરીયા (ઉ.વ.36) રહે બોલાડી તેમજ એક સગીરવયના છોકરાનું નામ ખુલતાં ત્રણ આરોપીઓને દેશી બંદુક સાથે ઝડપી લીધા હતા જ્યારે ચોથા સગીર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલ સાથે પધ્ધર પોલીસ મથકના પીએસઆઇ વાય પી. જાડેજા, પૃથ્વીરાજસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ઝાલા, ઓખરાભાઇ ભૂરાભાઇ, ગુણવંતસિંહ જાડેજા, મયુરસિંહ રાણા, મનસુખભાઇ કરશનભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Wednesday, April 22, 2020
New