રાપર તાલુકાના બોર્ડર પર આવેલા બેલા ગામે અને વાંઢ ખેતરોમાં બીએસએફ દ્વારા લોકોને પીવાનું પાણી પુરુ પડાઇ રહ્યું છે. મળતી વિગતો મુજબ બેલા ગામ અને વાંઢો તેમજ ખેતરોમાં બેલા બીએસએફ દ્વારા ભારતના લોકડાઉનના પગલે પીવાનું પાણી અપાઇ રહ્યું છે, બીએસએફના સીઓ મનજીતસિંગ દ્વારા કમાન્ડરોને સૂચના અપાઇ છે કે કોરોના વાયરસના પગલે ઉભી થયેલી પરીસ્થિતિને ધ્યાનમાં લઇ આપણું ટેન્કર જયાંથી પસાર થતું હોય ત્યાના લોકોને પીવાનું પાણી માનવતાના ધોરણે આપે, જેનો અમલ પણ શરૂ થઇ ગયો છે. સફેદ કુંડાળા બનાવીને સામાજીક દુરીનો પુરો ખ્યાલ રાખી તેમજ સોશીયલ ડિસ્ટન્સ જાળવીને પાણી અપાયું હતું. સંચાલન બીએસએફ જ કરતી હોવાથી લોકો પણ ટોળે ઉભવાને બદલે દુર દુર ઉભા રહેતા હોય છે. ભારતબંધના કારણે પીવાનું પાણી ભરવાની જગ્યાએ ગામમાં પણ ટોળા એકઠા થતા નથી.
Friday, April 17, 2020
New