લોકડાઉનને સમર્થન આપી અનેક ગામો સ્વયંભુ બંધ કરી દેવાયા છે, ગામના મુખ્ય દ્વારો પર વાહનો તેમજ આડસ મુકી સીલ કરી દેવાય છે ત્યારે લોકડાઉનની અમલવારી કરવાની પોતાની ફરજ સમજીને બીટ્ટાના ગ્રામજનોએ આડસ મુકી ગામને સીલ કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક વી. એન. યાદવ, નખત્રાણા સર્કલ એ. એલ. મહેતા નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બીટ્ટા ગામની મુલાકાત લઇ કોરોના વાયરસ અંગે તકેદારી રાખવા લોકોને સુચન કર્યા હતા. ગામના માણસોને પોતાની ફરજ સમજીને તકેદારી રાખવા તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાય કામ વગર બહાર ન નીકળવા સમજણ કરાઇ હતી, ગ્રામજનોએ સ્વયંભુ ગામના પ્રવેશદ્વાર પર આડસ મુકી દેવાઇ હતી, તો એકમાત્ર રસ્તો જ ચાલુ રખાયો હતો.
Friday, April 17, 2020
New