ભુજ તાલુકાની કુકમાં જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના માર્ગદર્શન હેઠળ સેવાભાવી મહિલાઓએ ગામમાં ઘરોઘર ફરીને ફાળો ઉઘરાવ્યો હતો અને 50 કિટ તૈયાર કરી જરૂરતમંદોને રાશન પહોંચવાનું પણ કામ કર્યું હતું.મહિલા સરપંચ કંકુબેન અમૃત વણકરે જણાવ્યું હતું કે, જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં 17 જેટલી કંપનીઓ છે, જેમાં અંદાજે 1516 જેટલા લેબર કામ કરે છે. જેઓને લોક ડાઉન દરમિયાન તકલીફ ન પડે એટલે રાશન કીટ તૈયાર કરી પહોંચાડવા ટેકેદારોને સૂચવ્યા બાદ સૌને કીટ પહોંચતી કરી દેવાઈ હતી. એ ઉપરાંત ગામને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ ચાલુ રખાવી છે. લોક ડાઉનની આવશ્યકતા માટે રિક્ષા ફેરવી જાગૃતિ પણ ફેલાવવાનું ચાલું છે. આમ છતાં કોઈ નિયમનો ભંગ કરે તો પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નિરીક્ષણ થાય જ છે.કુકમા જુથ પંચાયતમાં સમાવિષ્ટ 12 વોર્ડ અને એ વિસ્તારમાં આ મહામારીને બચવા માટે અને 21 દિવસના લોકડાઉનના પાલન કરાવા માટે જનહીત અને સંક્રમણને અટકાવવા માટે સ્વયંસેવકો જે પંચાયત દ્વારા નક્કી કરી ને સલામતી સુરક્ષા હેતુ બચાવ કામગીરી કરે છે. તલાટી નરેન્દ્રભાઇ ચાંસીયા, પંચાયતના સભ્યો અમૃતલાલ વણકર, અર્ચનાબેન ટાંક, બીનીતાબેન આહીર, હમીર ભાઇ વણકર, નારસીંગ ભાઇ ગરાસીયા, તથા યુવા ભાજપ ઉપપ્રમુખ અરવિંદ ભાઇ આહિર, મિસ્ત્રી સમાજના યુવા પ્રમુખ ઉતમ ટાંક , મુસ્લીમ સમાજ પ્રમુખ ઓસ્માણ દાના મુકરશીના સાથે ગામના યુવાનો જે સ્વયંમ સેવક બનીને ખડે પગે કાર્યરત છે. તેમા સુરેશ દેવરાભાઇ આહિર, રાજેશ ધનાભાઇ ચાવડા,મહેશ અરજણભાઇ આહિર દિપક ગોસ્વામી, રતન મહેશ્વરી અને લાઉડ સ્પીકરની ફેરીમાં રતીલાલ લોચાણી સાથે સીધ્ધરાજ સિંહ જાડેજા,સશાંક ચૌહાણસહયોગી બની રહ્યા છે.
Friday, April 17, 2020
New