લોકડાઉનની પરિસ્થીતીઓ વચ્ચે જો કોઇને રાહત સામગ્રી પણ અન્ય ગ્રસ્તીત રાજ્ય કે સંગઠનને મોકલવી હોય તો શું કરવુ? તે પ્રશ્નના જવાબ રેલવે પ્રશાસને આપીને દર એકાંતરે દેશના મહતમ દરેક વિસ્તારને આવરી લેતી રેલ સેવા શરુ કરીને આપ્યો. જેમાં જનસેવાર્થે સૌથી ઓછા દરે રાહત સામગ્રીને એકથી બીજા સ્થળે મોકલવામાં આવી રહી છે. જે અનુસંધાનેજ ભુજથી દાદર વધુ એક ફેરો દવાઈ, માસ્ક અને દુધ સહિતની સામગ્રી સાથે દાદર જવા રવાના થયો હતો, જે વચ્ચેના સ્ટેશનોમાં પણ કાર્ગોની વહેંચણી કરશે.કચ્છના રેલવે વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે રવાના થયેલી ભુજ દાદર ટ્રેનમાં 80 કિલો દુધના 4 પેકેટ, 80 કિલો ફરસાણ, મેડિકલ સંશાધનો, અને દસ કિલો દવાઓ સહિતનો જથ્થો અમદાવાદ અને દાદર સ્ટેશને ઉતારવા માટે મોકલવામાં આવ્યો હતો. કોમર્શીયલ વિભાગ સંભાળતા ધીરજભાઈએ જણાવ્યું હતું કે 9 એપ્રીલથી શરુ થયેલી આ સેવા દર એકાંતર દિવસે ચાલુ છે. જેમાં નિમ્ન સ્તરના ખર્ચે રાહત સામગ્રી ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવી રહ્યો છે. જેમાં 15 હજાર માસ્ક, ફર્ટીલાઈઝર, ખાખરા સહિત અને હવે ગાંધીધામથી બ્લડ સેમ્પલ સહિતની સામગ્રી પણ સામેલ છે.
Friday, April 17, 2020
New