યુવાનનો મૃતદેહ ઘરમાંથી શંકાસ્પદ હાલત મળ્યો,લાશ પોલીસે એફએસએલ માટે જામનગર મોકલાઇ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

યુવાનનો મૃતદેહ ઘરમાંથી શંકાસ્પદ હાલત મળ્યો,લાશ પોલીસે એફએસએલ માટે જામનગર મોકલાઇ

ભચાઉમાં 23 વર્ષીય દરજી યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના ઘરમાંથી મળી આવતાં ચકચાર ફેલાયો છે, આ બનાવ હત્યાનો છે કે પછી આત્મહત્યાનો તેનો તાગ મેળવવા પોલીસે મૃતદેહ જામનગર એફએસએલ માટે મોકલાવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉના ઉપલા વાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય રોહિત જગશીભાઇ દરજીનો મૃતદેહ તેના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.  નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, મૃતકના ગળામાં કાપા હતા જેથી આ યુવાનની હત્યા કરી દેવાઇ છે કે પછસ આત્મહત્યાનો બનાવ છે તે બાબતે જાણ થતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવમાં તપાસ કરી રહેલા મહિલા પીએસઆઇ એચ.આર.વાઘેલાએ આ બાબતે જણાવ્યું હતું કે, મૃતદેહ એફએસએલ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ જાણકારી મળી શકશે, હાલ પોલીસ ઝીંણવટ ભરી તપાાસ કરી છે. મૃતક રોહિતે હજી એક મહિના પહેલાં જ દરજી કામ માટે ભચાઉની કેનેરા બેંક પાાસે પોતાની દુકાન શરૂ કરી હતી.