નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરીઓમ બુક સ્ટોલમાં દુકાનો ત્રાટકી ચારેક હજાર રૂપીયાની ચોરી કરી ગયા હતા. ગોદા0નમાં બરણીમાં રાખેલા એકાદ હજાર રોકડ, વેફર-ચેવડાના પેકેટ, સ્કુલ બેગ મળીને કુલ ચારેક હજાર રૂપીયાનો માલ તફડાવી ગયા હતા. દુકાનદાર અશ્વિનભાઇ ઠક્કરે નખત્રાણા પોલીસને જાણ કરી હતી અને ગામમાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પણ ચકાસાયા હતા પણ હજુ સુધી કોઇ કડી મળી આવી ન હતી. દુકાનના ગોડાઉનમાં રાખેલા એકાદ હજાર રોકડા, ફરાળી ચેવડા અને વેફરના પેકેટ, એક સ્કુલ બેગ સહિત કુલ ચારેક હજારનો મુદ્દામાલ તફડાવી ગયા હતા. લોકડાઉનના 22 દિવસ દરમિયાન નખત્રાણા પંથકમાં ચોરીનો આ ત્રીજો બનાવ છે. થોડા દિવસ પૂર્વે સિમેન્ટની બોરી ચોરાઇ હતી તો ઘરફોડ ચોરીમાં સોનાના દાગીના બંધ મકાનમાંથી તસ્કર ટોળકી તફડાવી ગઇ હતી.
Thursday, April 16, 2020
New