લોક ડાઉન વચ્ચે કચ્છની કરૂણા એનિમલ એમ્બ્યૂલન્સ બીમાર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

લોક ડાઉન વચ્ચે કચ્છની કરૂણા એનિમલ એમ્બ્યૂલન્સ બીમાર

કચ્છમાં બહોળો વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે લાંબા સમયથી કરુણા એનિમલ એબ્યૂલન્સ જ બંધ હોવાથી જાનવર, પક્ષીઓ તેમજ મહામૂલા પશુધનની હાલત કફોડી બની ગઇ છે. પશુઓને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા કરુણા એનિમલ એમ્બ્યૂલન્સ સાથે 1962 હેલ્પલાઇનની શરૂઆત કરાઇ છે. આ હેલ્પલાઇન હાલે બંધ જેવી હાલતમાં છે કારણ કે, કચ્છમાંથી હેલ્પલાઇન પર સેવા મેળવવા માટે ફોન તો જાય છે પરંતુ તે સેવા માટેની એમ્બ્યૂલન્સ જ લાંબા સમયથી બંધ હોઇ આ હેલ્પલાઇન કચ્છ માટે હાલે બંધ હાલતમાં છે. ભાસ્કરે 1962 હેલ્પલાઇનનો સંપર્ક સાધતા જવાબદાર કર્મચારીએ જવાબ આપ્યો હતો કે, કચ્છ માટે ફાળવાયેલી એમ્બ્યૂલન્સમાં ખોટીપો સર્જાયો છે, જે લોક ડાઉન અમલી બન્યો તેનાથી પહેલા સમારકામ માટે મૂકાઇ છે પરંતુ હજુ સુધી પરત ન આવતાં, સેવામાં મૂકાઇ નથી. 
જિલ્લા મથક ભુજમાં સહયોગનગર સ્થિત એકતા સુપર માર્કેટ, હનુમાનજી મંદિરની નજીક આવેલી એક ભુખારમાં પડી જવાથી વાછરડીને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત નાગોર રોડ અને જી.આઇ.ડી.સી.માં વિસ્તારમાં બે શ્વાન પર ટ્રક ફરી વળતાં ફેક્ચર, ભુજના રેલવે ફાટક પાસે નંદીને અકસ્માતે ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેને ભુજના જીવદયાપ્રેમી લોકોએ સારવાર આપી હતી.કચ્છમાં જુદી-જુદી સેવાભાવી સંસ્થાઓ પશુઓની સેવા માટે આગળ આવી છે. બીમાર તેમજ અકસ્માતથી ઘવાયેલા પશુઓની સારવાર માટે સેવાભાવી સંસ્થાઓની હેલ્પલાઇન પર કચ્છમાંથી દરરોજના 20થી વધુ ફોન આવતા હોય છે. માનવી તો 108ની મદદથી સારવાર મેળવી શકે છે પરંતુ પશુધન કયાં જાય. લાંબા સમયથી એમ્બ્યૂલન્સ બંધ છે અને તબીબ પણ ન હોઇ જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.1962 કરુણા એનિમલ હેલ્પલાઇન અન્વયે કચ્છ માટે ફાળવાયેલી એમ્બ્યૂલન્સમાં સારવાર માટે સાથે રહેતા તબીબ મધ્યપ્રદેશના હતા. જેઓ લોક ડાઉન અમલી બન્યું તેનાથી પણ ઘણા દિવસ અગાઉ પોતાના વતન ગયા બાદ પરત આવ્યા નથી. વધુમાં ગુજરાતના સ્થાનિક તબીબો આ જગ્યા પર ફરજ બજાવવા કચ્છ આવવા તૈયાર નથી, જેના કારણે આ હેલ્પલાઇન અન્વયેની સેવા ચાલુ થયા બાદ હવે બંધ હાલતમાં છે.આ અંગે કલેક્ટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું 1962 એનિમલ એમ્બ્યૂલન્સની શું સ્થિતિ છે અને તેમાં સારવાર માટે ફરજ બજાવતા તબીબ શું કામ ફરજ પર હાજર થયા નથી તે અંગેની તપાસ કરાવી લઉં છું.લોક ડાઉન દરમ્યાન તા.25/3થી તા.14/4 દરમ્યાન 1962 કરુણા એનિમલ હેલ્પલાઇન પર કચ્છમાંથી 7,651 કોલ આવ્યા હોવાનું હેલ્પલાઇનના વિકાસભાઇએ જણાવ્યું હતું. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, ખુદ એમ્બ્યૂલન્સ જ લોક ડાઉનની શરૂઆતથી જ સર્વિસમાં પડી છે.