મેવાસાની મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવાઇ , લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે 108 ની ટીમની કામગીરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

મેવાસાની મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવાઇ , લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે 108 ની ટીમની કામગીરી

રાપર તાલુકાના મેવાસા ગામમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ 108 ઇમરજન્સીની ટીમે કોરોનાના કહેર અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ડીલીવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી સરાહનિય કામગીરી કરી હતી.ગત મોડી રાત્રે રાપર તાલુકાના મેવાસા ગામની સીમમાં રહેતા વાલજીભાઈની પત્ની ભારતીબેન ને ડિલિવરી નો દુઃખાઓ થતાં તેમના પતિ વાલજીભાઈ ને લોકડાઉન  લીધે કોઈ વાહન ના મળતા તેમણે 108 કોલ  કરી ને જાણ કરી, જાણ‌ થતા તાત્કાલિક સામખિયાળી  108નો સ્ટાફ પાઈલોટ પ્રવીણભાઈ કાપડી અને ઈ.એમ.ટી રમેશ બામણીયા તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  ભારતીબેનને ડિલિવરીનો અસહ્ય દુઃખાવો હોવાથી તત્કાલીન 108 માં લઇને  ગાગોદર સરકારી દવાખાના માં લઇ જતા હતા, પણ‌ દુખાવો અસહ્ય હોવાથી એમ્બ્યુલન્સ મા જ ડીલીવરી કરાવવાની ફરજ પડી હતી.  જેથી 108ના સ્ટાફે અમદાવાદ 108ના સેન્ટર ઈમરજન્સી રિસપોન્સ સેન્ટરના નિષ્ણાત ડોક્ટરને કોલ કરી તેમનુ માર્ગદર્શન લેતા હેઠળ સફળતાપૂર્વક એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવી અને માતા તથા બાળકને  ગાગોદર સરકારી દવાખાનામાં લઇ ગયા હતા 108 માં જ દિકરા નો જન્મ થતાં પરિવાર માં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને અંતે પરિવારે એ 108 અને 108 સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યા હતો.