ભુજમાં કન્ટેઇનમેન્ટ ઝોનના કાઉન્સીલરોનું કાબેલીદાદ કાર્ય - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 16, 2020

ભુજમાં કન્ટેઇનમેન્ટ ઝોનના કાઉન્સીલરોનું કાબેલીદાદ કાર્ય

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ કણસી રહ્યું છે ત્યારે કચ્છના સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવનારા ભુજ તાલુકાના માધાપરથી સંલગ્ન અને ભુજ પાલિકાની હદમાં આવતા વોર્ડ નં.10માં નગરસેવકો દ્વારા સરકાર દ્વારા અપાતા મફત અનાજની કિટ બનાવી, ઘરોઘર વિતરણ કરવામાં આવી રહ્યું છે.વોર્ડ નં.10ના આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ 1,2, સોમૈયાનગર, સોનાલી પાર્ક, યોગેશ્વરધામ, વૃંદાવન પાર્ક, હિલવ્યૂ સોસાયટી, હીરાણીનગર, મહાવીરનગર, બિપીન ભટ્ટનગર વગેરે વિસ્તારોમાંથી  એલ.પી.એલ.1 કાર્ડ ધારકો પાસેથી કાર્ડ મેળવી, જે-તે રાશનકાર્ડ મુજબ 600 જેટલી કિટ તૈયાર કરાઇ હતી. પાલિકાના કારોબારી ચેરમેન અને આ વિસ્તારના નગરસેવક ભરતભાઇ રાણા, કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને પાલિકાના દંડક તથા આ વિસ્તારના નગરસેવક રાહુલભાઇ ગોર, નગરસેવિકા જાનકીબેન ભટ્ટ દ્વારા ઉમદા પ્રયાસ આદરાયો છે. કોરોનાના કોઇપણ પ્રકારના સંક્રમણને નાથવા તકેદારી સ્વરૂપ વહીવટી તંત્ર અને શહેરીજનો વચ્ચે કડીરૂપ થઇ નગરસેવકો દ્વારા રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ અંગે કલેક્ટર પાસે રજૂઆત કરાતાં, તેમની પરવાનગી બાદ જિલ્લા પુરવઠા અધિકારી શારદાબેન કાથડ દ્વારા આદેશ થતાં મામલતદાર અને પુરવઠા નાયબ મામલતદાર દ્વારા રાશનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. આ જથ્થાની રાશનકાર્ડ ધારક મુજબ કિટ બનાવી, તેનું ઘરોઘર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ભાજપના કાર્યકરો, સસ્તા અનાજની દુકાનોના એસો. પ્રમુખ મનુભા જાડેજા અને તેમની ટીમ, પૂર્વ નગરપતિ અને કે.ડી.સી.સી. બેંકના ડાયરેક્ટર દેવરાજભાઇ ગઢવી, અનાજ અને ગોડાઉન અધિકારીઓ, વિવિધ વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો વગેરે સહયોગ આપી રહ્યા છે.