ગાંધીધામના ક્લેક્ટર રોડમાં કચરાના ઢગલામાં કોઇ રીતે આગ લાગી જતા તે આગળ આવેલી કેબીનમાં પણ ફેલાઈ હતી. પાલિકાના અગ્નીશમન દળે ગણતરીના સમયમાં તેને અંકુશમાં લાવતા મોટી ઘટના બનતા અટકી હતી. ગાંધીધામના ક્લેક્ટર રોડ વિસ્તારમાં બુધવારના બપોરના અરસામાં કચરામાં કોઇ રીતે આગ લાગી ગઈ હતી. જે આગની લપટોએ આગળની બાજુ આવેલી બારદાનની કેબીનને પણ પોતાના કબ્જામાં લેતા તેમાં પણ જોત જોતામાં આગ ફેલાઈ ગઈ હતી અને તેની જ્વાળાઓ અને ધુમાડો દુર સુધી દેખાવા લાગ્યો હતો.જે અંગે જાણ થતા ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટરે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. દોઢ કલાકની મહેનત બાદ આગ સંપુર્ણ પણે કાબુમાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે સદભાગ્યે ઘટનામાં કોઇ જાનહાની નથી થઈ પરંતુ બારદાનનો જથ્થો મોટા પ્રમાણમાં નુકશાન પામ્યો હોવાનું સંભવ છે. આગ લાગવાનું કોઇ સ્પષ્ટ કારણ હજી સુધી જાણી શકાયું નહતું.
Thursday, April 16, 2020
New