લોકડાઉનના પગલે હાલ જે રીતે પરીસ્થિતિ ઉભી થઇ છે તેમાં અનેકવિધ ક્ષેત્રે જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે લોકો ફુલ નહીં તો ફુલની પાંખડીનો સહયોગ આપી રહ્યા છે. ગાંધીધામમાં આવશ્યક સેવાના કર્મચારી તથા સફાઇ કામદારો માટે પાલિકામાં જ જમવાની વ્યવસ્થા ચીફ ઓફિસર દ્વારા અંગત ખર્ચે કરવામાં આવ્યા પછી આજે દાડમની 100 પેટી (એક હજાર કિલો)જે ગાંધીધામ એ ડીવીઝન પોલીસના જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે તેને આપવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સેવા આપતા પોલીસને બિરદાવવામાં આવી રહ્યા છે. તેમની કામગીરીની કદરરૂપે વિવિધ ક્ષેત્રે લોકો પોતાની રીતે સેવાયજ્ઞ પણ ચલાવી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તેમના અંગત ખર્ચમાંથી તેઓ આ કામગીરી કરી રહ્યા છે.
Sunday, April 12, 2020
New