ક્રિષ્ના પાર્કમાં કોરોનાનો પોઝિટિવ કેસ બહાર આવતાં ત્રણ કિલો મીટરની ત્રિજ્યામાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો હતો. વિસ્તારમાં ભુજની આરટીઓ સાઇટ પણ આવી જતાં રહીશો માટે બંધ કરાયેલું સાઇટનું મુખ્ય દ્વાર શનિવારે ખુલ્લું મુકાયું હતું. રહીશોને સંક્રમિત દર્દી રહે છે તે મઢુલી વાળા માર્ગે બપોરે 12 વાગ્યા બાદ આવવા-જવાનું ફરજીયાત બનાવાયું હતું જેને પગલે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તંત્રને લોકોને પડતી હાલાકી વિશે ધ્યાન જતાં આરટીઓ સર્કલથી સાઇટને જોડતું મુખ્ય પ્રવેશ દ્વાર ખુલ્લું મુકાતાં રહીશોને હાશકારો થયો હતો. જયાં વાહનોને સેનેટાઇઝ પણ કરાય છે.
Sunday, April 12, 2020
New