આશાલડીની પ્રૌઢાના રિપોર્ટ નેગેટિવ, વધુ 1 સેમ્પલ લેવાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 12, 2020

આશાલડીની પ્રૌઢાના રિપોર્ટ નેગેટિવ, વધુ 1 સેમ્પલ લેવાયો

માં શુક્રવારે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતા 24 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર, મુન્દ્રા તાલુકાના ધ્રબના 57 વર્ષીય આધેડ, અબડાસા તાલુકાના સાંઘીપુરમના 30 વર્ષીય યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા એમના સેમ્પલ લેવાયા હતા. એ ઉપરાંત લખપત તાલુકાના આશાલડી ગામની પ્રૌઢાના પણ સેમ્પલ લેવાયો હતો. જે તમામ ચારેય સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી જિલ્લા આરોગ્ય વિભાગની સાથે સમગ્ર કચ્છની જનતાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા સોની પરિવારના 62 વર્ષીય વૃદ્ધ, તેમના પત્ની અને પુત્રવધૂને એમ ત્રણેયને એકસાથે કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે, જેથી તેમની સાથે સંકળાયેલા અને સંપર્ક રહેલા સગા સંબંધી, મિત્રવર્ગ ઉપરાંત દૂધના વેપારી, કાછિયા, કરિયાણાના દુકાનદાર સહિત વધુ 13 વ્યક્તિના શુક્રવારે સેમ્પલ લેવાયા હતા. જે તમામનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. શનિવારે વધુ 23 વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. આમ, યક્ષ મંદિર અને ક્રિષ્નાપાર્ક સોસાયટીમાંથી વધુને વધુ લોકોને શોધીને એક પછી એક સૌના સેમ્પલ લેવાઈ રહ્યા છે. જોકે, એ બાબતે વધુ પ્રકાશ પાડવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે અસમર્થતા વ્યક્ત કરી નેક્સ્ટ ઓથોરિટી પાસેથી વિગતો મેળવી લેવા સૂચવ્યું હતું. બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં હજુ સુધી કુલ 34 દર્દી દાખલ કરાયા છે, જેમાંથી 30ને રજા અપાઈ છે. હવે ફક્ત 4 પોઝિટિવ દર્દી જ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 77 સેમ્પલ લેવાયા છે, જેમાંથી 73ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. સરકારી ક્વોરેન્ટાઇનમાં 45 વ્યક્તિ છે.