જયુબિલી સર્કલ પર એક તરફ પોલીસ ચેકીંગમાં વ્યસ્ત, તો બીજી બાજુના શોર્ટ કટ પરથી વાહનચાલકો રવાના - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, April 12, 2020

જયુબિલી સર્કલ પર એક તરફ પોલીસ ચેકીંગમાં વ્યસ્ત, તો બીજી બાજુના શોર્ટ કટ પરથી વાહનચાલકો રવાના

લોક ડાઉનને પખવાડિયું થયું છતાં આજે પણ લોકોને ઘેર બેસવા તેમજ બહાર નીકળતા વાહન ચાલકોને પોલીસ સમજાવવા શહેરના બધા પોઇન્ટ પર સતત રહેવું પડે છે. જાહેરનામું હોવા છતાં હજુ પણ બે સવારીમાં પુરુષો અને મહિલાઓ નીકળે છે, ભલે તે જરૂરી કારણ હોય કે ન પણ હોય.
ભુજના જયુબિલી સર્કલ પર બે રસ્તામાંથી બધા જ એક બાજુના રસ્તા બંધ કર્યા હતા. જાહેરનામાના ભંગ બદલ સખત કાર્યવાહી પણ કરાતી હતી. એક તરફના ખુલ્લા રસ્તે વાહન ચાલકોની ચેકીંગ ચાલુ હતી તો બીજી તરફ બેરિકેડ હોવા છતાં નાની જગ્યામાંથી કોઈ કોઈ નજર ચુકાવી નીકળી જતાં હતાં. આ જ સિલસિલો રહ્યો તો આપણા માટે કોરોના જંગ જીતવો અઘરો થઈ પડશે તે નિશ્ચિત છે.