કોરોના મહામારી અનેકને અસરકર્તા બન્યું છે. વિશ્વભરના બધા જ પરિણામો બદલી ગયા છે, ત્યારે નાનો વર્ગ કે જે, કામ કરે તો કમાય તેઓની પરિસ્થિતિ વધુ ખરાબ છે. એવો જ એક વર્ગ છે, મુસાફર છકડા ચલાવી રોજગારી મેળવતા.એક અંદાજ મુજબ અઢી હજાર થી વધુ પેસેન્જર છકડા ભુજ અને આસપાસના ગામડાઓમાં દોડે છે. જે નિયમિત ધંધો થાય તો જ ગુજરાન ચલાવી શકે. આવા જ એક હિતેશભાઈ સોની જણાવે છે કે, અમારે તો હજી કેટલા દિવસ ઘરે બેસીને કાઢવા પડશે તે જ ખબર નથી. જનતા કર્ફ્યું બાદથી અમે બેકાર છીએ. લોકો જ બહાર નહિ નીકળે તો પરિસ્થિતિ બગડે તેવી સંભાવના છે. સરકાર કોઈ પેકેજ જાહેર કરે તો સારું થાય. ઘણા છકડા લોન પર હશે, તેના હપ્તા ભરવા અશક્ય છે. હંગામી રાહત છે, પરંતુ બાદમાં પણ ભરવા મુશ્કેલ બની જશે. તંત્ર આર્થિક પેકેજ આપે તો કમ સે કમ અત્યારે પરીવરનો ખર્ચ કરી શકીએ. રાષ્ટ્રીય સંકટ છે, સાથે રહીને જ મુકાબલો કરવાનો છે.માત્ર માલિકો જ નહિ, એવા ડ્રાઈવર પણ છે જે દરરોજ ફિક્સ અઢીસો રૂપિયા છકડા માલિકને આપી બાકીના ઘરે લઈ જતા હોય. આમ એક પરિવારના ચાર વ્યક્તિ પણ લેખીએ તો અંદાજે દસ હજારથી વધુ લોકો સુધી કે આડકતરી રીતે ભોગ બન્યા છે
Friday, April 17, 2020
New