‘વિનોદ ખન્નાના હૃદયમાં ભુજનું વિશિષ્ટ સ્થાન હતું’, મૃત્યુ દિને તેમના પત્નીએ ભૂકંપનો અનુભવ વાગોળ્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 28, 2020

‘વિનોદ ખન્નાના હૃદયમાં ભુજનું વિશિષ્ટ સ્થાન હતું’, મૃત્યુ દિને તેમના પત્નીએ ભૂકંપનો અનુભવ વાગોળ્યો

બોલીવૂડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા વિનોદ ખન્નાની ત્રીજી પુણ્યતિથિએ તેમના પત્નીએ ભૂકંપ વખતનો ભુજનો અનુભવ વાગોળ્યો હતો,અને લખ્યું કે, ‘વિનોદ ખન્નાના હૃદયમાં ભુજનું વિશિષ્ટ સ્થાન હતું’આકાશવાણીના ભુજ કેન્દ્રએ ટ્વિટ કરી વિનોદ ખન્નાને તેમના મૃત્યુ દિને યાદ કર્યા હતા,તે ટ્વિટના જવાબમાં તેમના પત્ની કવિતા વિનોદ ખન્નાએ લખ્યું કે,” વિનોદ ખન્નાના હૃદયમાં ભુજનું વિશિષ્ટ સ્થાન હતું.ભયંકર ભૂકંપ પછી તેમણે 19 મહિના ત્યાં રાહત શિબિર ચલાવી હતી,તેને સ્થાપિત કરવા અને તેની દ્રષ્ટિ મુજબ બધું જ સુનિશ્ચિત કરવા માટે એક અઠવાડિયાઓ સુધી ત્યાં રોકાયા પણ હતા.મારું માનવું છે કે તેને “શ્રેષ્ઠ” રાહત શિબિર તરીકે પણ નોંધાઈ હતી”. વિનોદ ખન્નાની પત્નીના આ જવાબથી તેણીએ અભિનેતાના ભુજ જોડાણને યાદ કર્યું હતું. ભૂકંપ બાદ 2002માં અભિનેતા વિનોદ ખન્ના પોતાની ટીમ સાથે સેવા કરવા ગાંધીધામ આવ્યા હતા.શહેરના રામલીલા મેદાનમાં કેમ્પ લગાડ્યો હતો,જેમાં ટેન્ટ સીટી ઉભી કરવામાં આવી હતી.60 ટેન્ટથી સજ્જ રાહત કામગીરીમાં તેઓ લોકો સાથે રહી તેમની સમસ્યા સાંભળતા અને સમય વિતાવતા હતા.