સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી પીડિત છે ત્યારે આ આપદા સામે લડવા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ સજ્જ છે તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, ત્યારે મૂળ વતન સાંતલપુર(બનાસકાંઠા) અને ભુજને પોતાની કર્મભૂમિ બનાવનાર ડો.મોહિની દાત્રાણીયા હાલમાં અમદાવાદની ન્યુ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 8થી 10 કલાક કોરોના દર્દીઓની સારવાર કરે છે. એક વર્ષની વયથી પોલિયોગ્રસ્ત ડોક્ટરે જણાવ્યું હતું કે સંક્રમિત થવાના ભય વચ્ચે રાત-દિવસ કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહીયે છીએ અને આ ભય વચ્ચે પણ દર્દીને સ્વસ્થ કરવાનો સંતોષ માનસિક થાક અને તણાવ ઘટાડી છે. સારા અને સ્વસ્થ ભાવિ માટે આપણે સૌએ સાથે મળી ઝઝૂમવું પડશે. એક વર્ષની વયે સખત તાવના લીધે પોલિયો થઇ ગયો હતો ત્યારબાદ તેમનો ઉછેર અને અભ્યાસ ભુજમાં થયો હતો. ધો.10માં દ્રિતિય આવતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અભિવાદન કરાયું હતું. હાલમાં MD મેડિસિનનો કોર્ષ પૂર્ણ કરી બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ સાથે કોરોના વોરિયર તરીકે સેવા આપી રહ્યા છે, જેઓ રોજ 50 જેટલા દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
Tuesday, April 28, 2020
New