બિદડાના ક્ષત્રિય રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ દ્વારા વહીવંચા-બારોટ અને બ્રાહ્મણને દક્ષિણા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, April 27, 2020

બિદડાના ક્ષત્રિય રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ દ્વારા વહીવંચા-બારોટ અને બ્રાહ્મણને દક્ષિણા

બિદડાના ક્ષત્રિય રાજપૂતાના સંઘાર ટ્રસ્ટે સમાજના તમામ વહીવંચા-બારોટ અને બ્રાહ્મણ પરિવારોને લોકડાઉનમાં મદદરૂપ થવા યક્ષદાદાના પ્રસાદરૂપે દક્ષિણા આપી હતી. જે પરિવારો નજીક હતા એમને ટ્રસ્ટના કારોબારી જખરાજજી ભોવા, લાખાજી સંઘાર અને પંચાણજી વેલાજી સંઘારે રૂબરૂ દક્ષિણા આપી હતી જયારે કચ્છ બહારના દૂર રહે છે તેઓને કાનજીભા સંઘાર, કિશોરસિંહ સંઘાર અને શામજીભા સંઘારે ટ્રસ્ટ તરફથી ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. જેમાં સમાજના દાતાઓ માલસિંહભા સંઘાર, ભવાનજીભા જામોત્તર, સંજયસિંહ અરિલા(વડોદરા), કિશોરસિંહ સંઘાર, ભરતસિંહ છુછિયા, જયરાજસિંહ સંઘાર વગેરેએ સહયોગ આપ્યું હતું. આ સેવાકાર્યને ભટ્ટ-બારોટ સમાજ જામનગરના લહેરીદાનભાઈ, અરવિંદભાઈ, હસમુખભાઈ, કચ્છના જખુભાઇ લધુભા, મનુભાઈ, જયેશભાઇ વગેરેએ બિરદાવી અાશિષ અાપ્યા હતા.