આદિપુરના મહિલા પોલીસ કર્મચારીએ દિકરીને વિડિયો કોલિંગથી વરસી તપના પારણા કરાવ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, April 27, 2020

આદિપુરના મહિલા પોલીસ કર્મચારીએ દિકરીને વિડિયો કોલિંગથી વરસી તપના પારણા કરાવ્યા

જૈન ધર્મમાં કઠોર વરસી તપનું ઘણું મહત્વ છે અને 13 મહિનાના અતિ કઠીન તપના પારણા અખાત્રીજના દિવસે કરવામાં આવે છે, આદિપુરના મહિલા પોલીસ મથકે ફરજ બજાવતા નેહલબેન ચાંપાનેરીની અમદાવાદ ખાતે રહી અભ્યાસ કરતી દિકરી દિક્ષાએ પણ વરસી તપની આરાધના કરી હતી અને અખાત્રીજ હોતાં તેને પારણા કરાવવાના હતા પરંતુ હાલ કોરોના મહામારી સામે ચાલી રહેલી લડતમાં નેહલબેન પોતાની ફરજ મુકી શકે તેમ ન હતા જેથી તેમણે અમદાવાદ ખાતે રહેતી અને વરસી તપની કઠોર આરાધના કરનાર દિક્ષાને વિડીયો કોલિંગ કરી પારણા કરાવ્યા હતા. 
જૈન ધર્મમાં વરસી તપની આરાધના બાદ પારણા એક ઉત્સવની જેમ ઉજવાય છે પરંતુ હાલના સંજોગોમાં દીકરીને પારણા કરાવવા જઇ ન શકવાનો અફસોસ તો છે પણ સાથે પોલીસ કર્મી તરીકે ફરજ બજાવવાનો ગર્વ પણ છે તેમ નેહલબેન ચાંપાનેરીએ જણાવ્યું હતું. નેહલબેનની પુત્રી દિક્ષા ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યની કૌટુંબિક ભત્રીજી થાય છે ત્યારે ડો.નીમાબેને પણ વિડીયો કોલિંગ મારફત દિક્ષાને વરસી તપના પારણા કરાવ્યા હતા. પારણા કરાવતી વેળાએ પરિવાર ભાવુક બન્યો હતો. દિક્ષાએ પણ જૈન ધર્મમાં સમજાવાયું છે તેમ સંયમ ધરવા લોકોને અપીલ કરી હતી.