કોરોના મહામારી સામે લડવા અને ગરીબ અને લાચાર વ્યક્તિઓ સુધી પૂરતી સગવડો અને સહાય પહોંચે તે માટે અનેક લોકોએ ફંડ, દાન આપ્યા છે. તેવી જ રીતે અંજારના વરસામેડીમાં રહેતી આયુષીએ પોતાના પીગ્ગી (ગલ્લા)ની રકમ પ્રધાનમંત્રી કેયર ફંડમાં આપી હતી. મુળ મહીસાગર જિલ્લાના વણાકબોરી ડેમના વતની અને હાલે અંજારના વરસામેડી મધ્યે રહેતા કિરણભાઇ ચૌહાણની દિકરી આયુષીએ પોતાની પીગ્ગી બેંકમાં ભેગા કરેલા રૂ.1800 અને પપ્પાએ આપેલા બીજા રૂ.300 થઇ કુલ 2100નો ચેક અંજાર પ્રાંત અધિકારીને રૂબરૂ અર્પણ કર્યો હતો. પ્રધાનમંત્રી કેયર ફંડમાં પોતાની પીગ્ગીના રૂપિયાનો ચેક આપી આયુષીએ કૂલ નઇ તો ફૂલની પાંખડી જેટલી મદદ કરી સમાજને નવી રાહ ચીંધી હતી.
Monday, April 27, 2020
New