ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 32 એમએલડી પાણીનો ઉપાડ કરીને સંકુલના રોટેશન મુજબ શિડ્યુલથી આપવામાં આવે છે. પાણી વિતરણની આ વ્યવસ્થામાં ઉપરથી જ પાણીના અવારનવાર કાપ મુકવામાં આવે છે. અગાઉ આ 15 દિવસમાં જોવામાં આવે તો બે વખત કાપ મુકવામાં આવીને ત્રણ- ચાર એમએલડીની પાણીની ઘટ રોજેરોજ આપવામાં આવી હતી. જેને લઇને વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી. આજે પણ આ સ્થિતિનું પુનરાવર્તન થયું હતું અને બે એમએલડી પાણી ઓછું આપવામાં આવતાં પાલિકાએ પાણી આપવાની સ્થિતિ જાળવી રાખી હતી. મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પાણી મળ્યું ન હોવાની કોઇ ફરીયાદ આવી નથી.
Monday, April 27, 2020
New