માંડવી જી.આઇ.ડી.સી. એસોસિયેશન દ્વારા કલેક્ટરને કોરોના સહાય પેટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 3.30 લાખનું ફંડ આપવાની સાથે સરકારની ગાઇડલાઇન મુજબ નાના ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તે પ્રકારે રજૂઆત કરી હતી. માંડવી GIDC એસોસિયેશને જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી.કે. સમક્ષ સરકારની માર્ગદર્શિકા મુજબ સામાજિક અંતર રાખવાની સાથે નાના ઉધોગો શરૂ કરાવવા માટેની પરવાનગી આપવા રજૂઆત કરાઇ હતી. આ તકે સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસથી એડિ. કલેકટર કુલદીપસિંહની હાજરીમાં માંડવી GIDC એસોસિયેશન દ્વારા રૂ.3.30 લાખનો ચેક સી.એમ. ફંડ માટે કલેક્ટરને આપવામાં આવ્યો હતો. આ તકે સંસ્થા વતી પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી, કુણાલભાઈ કપ્ટા, જિજ્ઞેશભાઈ કષ્ટા, રમેશભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Saturday, April 18, 2020
New