ગાંધીધામ પાલિકાને બે સ્પ્રે પમ્પ મશીનની ફાળવણી કરવામાં આવી, કોરોના વાઈરસના અનુસંધાને રાજ્ય સરકારે સુવિધા આપી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 18, 2020

ગાંધીધામ પાલિકાને બે સ્પ્રે પમ્પ મશીનની ફાળવણી કરવામાં આવી, કોરોના વાઈરસના અનુસંધાને રાજ્ય સરકારે સુવિધા આપી

ગાંધીધામ નગરપાલિકાએ કોરોનાની પરિસ્થીતીને અનુલક્ષીને ઝડપી પગલા ભર્યા હતા. ગાંધીધામ, આદિપુરમાં સેનીટાઈઝેશનની કામગીરીનો રાઉન્ડ પણ પુરો કર્યો હતો. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી સવલત આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. પાવર સ્પ્રે પંમ્પથી દવાનો છંટકાવ થઈ શકે તે હેતુંથી બે મશીન પણ ફાળવવામાં આવ્યા હતા. ગાંધીધામ પાલિકાને ગઈ કાલે ફાળવેલા આ મશીનનું આજે નિર્દેશન કરીને કેવી રીતે કાર્યવાહી થઈ શકે તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં કોરોનાના પગલે કોઇ કચાસ ન રહે અને લોકોના આરોગ્ય પર જોખમ ઉભુ ન થાય તે માટે પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં આ પંપની સુવિધામાં વધારો થતા વધુ ઝડપી કાર્યવાહી થશે તેવી આશા બંધાઈ છે.નગરપાલિકાને ફાળવવામાં આવેલા આ મશીનની કામગીરી કેવી રીતે થાય છે તે અંગે ટેકનીકલ લોકોની સલાહ લેવામાં આવી હતી. જરૂરી ગીરીશ, ઓઇલ લગાડ્યા પછી કેવી રીતે તેને કાર્યરત કરવું તે અંગે આગામી દિવસોમાં નક્કી થશે. આમ તો સામાન્ય રીતે અન્ય મશીનની જેમ આ સ્પે મશીન પણ કામ કરશે તેમ જણાય છે.