ગણેશનગરના મકાનમાં 10 હજારના દારૂ સાથે 1 પકડાયો, બીજો આરોપી લોકડાઉન છતાં હાજર ન મળ્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 18, 2020

ગણેશનગરના મકાનમાં 10 હજારના દારૂ સાથે 1 પકડાયો, બીજો આરોપી લોકડાઉન છતાં હાજર ન મળ્યો

કોરોના વાયરસને પગલે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ગાંધીધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચાલી રહ્યો છે તે દરમિયાન બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મધરાત્રે બાતમીના આધારે ગણેશનગરના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.10,000 ની કિંમતના વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડી લીધો હતો. જો કે, આ જથ્થો પહોંચાડનાર લોકડાઉન વચ્ચે પણ હાજર મળ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોન્સટેબલ રવિરાજસિંહ પરમારને બાતમી મળી હતી કે સેકટર-7 ગણેશનગરના પ્લોટ નંબર ૨ના મકાન નંબર 1 માં રહેતા મનિષ રસિકભાઇ દાફડાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બાતમીના આધારે તેના મકાનમાં રાત્રે દરોડો પાડતાં પોલીસને જોઇ મનિષે ફરાર થવા પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તેને પકડી લઇ ઘરની તલાસી લેતાં ત્યાંથી રૂ.10,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 28 બોટલ મળી આવી હતી. પોલીસે મોબાઇલ સહિત કુલ રૂ.30,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે આ દારૂનો જથ્થો તેને પહોંચાડનાર ગણેશનગરમાં જ રહેતો કાનજી ઉર્ફે કાનો ડાહ્યાલાલ સુંઢા લોકડાઉન હોવા છતાં હાજર મળ્યો ન હતો. બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.