માંડવી તાલુકાના બિદડા વાડી વિસ્તારમાં પિતાઅે મોબાઇલ પર ગેમ ન રમવા અને વાડીમાં કામ કરવા મુદે ઠપકો અાપતા 16 વર્ષના પુત્રઅે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તરૂણના મોતથી તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના નાની ખાખર રહેતા અને બિદડા ગામની વાડી વિસ્તારમાં ખેત મજુરી કરતા સુરેશ શિવજીભાઇપટ્ટીના પિતા શિવજીભાઇઅે પૂત્ર સુરેશને મોબાઇલ પર ગેમ રમવાને બદલે ખેતીકામ કરવાનું કહેતા પિતાના ઠપકાનું મનપર લાગી અાવતા સુરેશે ગત 19 અેપ્રિલના સવારે સાડા અાઠ વાગ્યે વાડીમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ભુજની અેકોર્ડ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું સોમવારે રાત્રે સાડા બાર વાગ્યે હોસ્પિટલ બિછાને મોત નિપજ્યું હતું. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ અાગળની તપાસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ડી ગોયલે હાથ ધરી છે.
Wednesday, April 29, 2020
New