આડેસર નજીક ટ્રકમાં છુપાઈને વતને જતા 16 પરપ્રાંતીયો જબ્બે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 29, 2020

આડેસર નજીક ટ્રકમાં છુપાઈને વતને જતા 16 પરપ્રાંતીયો જબ્બે

 કચ્છ જિલ્લાની આડેસર ચેકપોસ્ટ પાસે મંગળવારના ટ્રકમાં છુપાઈને જિલ્લો મુકવાનો પ્રયાસ કરી રહેલા પરપ્રાંતીયોને પોલીસે અટકાવી દીધા હતા. ટ્રકની તપાસ કરતા આડેસર પોલીસને અંદરથી 16 પરપ્રાંતીય મળી આવ્યા હતા. જેમને ઉતારી દેવાયા હતા. આડેસરનો અતીરીક્ત ચાર્જ સંભાળતા લાકડીયાના પીએસઆઈ એ.પી.જાડેજાએ જણાવ્યું હતું કે વાહન ડીટેઈન કરવામાં આવ્યું છે અને પરપ્રાંતીયોને જરુરી વ્યવસ્થા કરી આપવા મામલતદારને સોંપાયા છે.