કોરોના લોક ડાઉન 2.0 ના પ્રથમ સપ્તાહમાં જ જે વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત હશે તે કાર્યરત થશે તેવી વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાદ તારીખ 20 એપ્રિલ પછી કઈ સરકારી કચેરી શરૂ કરવી તે મોટો પ્રશ્ન ખડો થયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર સી.આર.પ્રજાપતિએ જણાવ્યું કે, રાજ્ય સરકારના આદેશ અનુસાર એવી કચેરી કે જે આવશ્યક સેવા કહી શકાય તે જ 33ટકા સ્ટાફ સાથે શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત હાલ તંત્ર કવાયત કરી જ રહ્યું છે. અમુક કચેરીઓ તો લોક ડાઉન લાગુ પડ્યું ત્યારથી કાર્યરત છે, જેમ કે, જિલ્લા પુરવઠા ,મહેસૂલ, મામલતદાર કચેરી વગેરે. પરંતુ એવા વિભાગ કે જેમને કદાચ હજી વધુ સમય સુધી શરૂ ન કરીએ તો બહુ ફરક ન પડે તે વિભાગો 3 મે બાદ પણ શરૂ થઈ શકે. આજે જ્યારે બહુમાળી ભવન રૂબરૂ મુલાકાત લીધી ત્યારે મોટા ભાગની કચેરીઓને તાળા હતા. તો જે ખુલ્લી હતી તે પણ કર્મચારી વિહોણા હતી. જે લોકોની ગતિ મંદ પડી ગઈ છે તેમ સરકારી તંત્ર પણ ધીમું પડ્યું છે. જોવાનુ એ છે કે રાજ્ય સરકાર કે સ્થાનિક પ્રશાસન કઈ કઈ કચેરીને આ સપ્તાહમાં શરૂ કરે છે.
Tuesday, April 21, 2020
New