ભુજ સ્વામિનારાયણ મંદિર(નરનારાયણ દેવ)ના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પાર્ષદ જાદવજી ભગત અન્ય વડીલ સંતોની પ્રેરણાથી પટેલ ચોવીસીના ગામ બળદિયા, નારણપર, દહીંસરા, કોડકી તથા માનકુવાના સ્વામિનારાયણ મંદિરો તેમજ બળદિયા ગામના અન્ય ટ્રસ્ટો દ્વારા કોરોના મહામારી અનુલક્ષીને મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.19,38,558નું અનુદાન આપવામાં આવ્યું હતું.
આ યોગદાનમાં મંદિરના કોઠારી રામજીભાઈ વેકારીયા, ટ્રસ્ટી જાદવજી ગોરસિયા, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા પ્રવીણભાઈ પિંડોરીયા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. જેમાં બળદિયા નીચલોવાસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.4,00,000, બળદિયા ઉપલો સ્વામિનારાયણવાસ મંદિર દ્વારા રૂા.2,51,000, બળદિયા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા રૂા.2,22,222, માનકુવા(ભક્તિનગર) સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.2,00,000, બળદેશ્વર શંકર મંદિર તથા મુરલીમનોહર મંદિર,બળદિયા દ્વારા રૂા.1,71,000, કોડકી સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.1,51,000, દહીંસરા સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.1,11,111, નારણપર નીચલોવાસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.51,000, સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ચેરીટેબલ ટ્રસ્ટ, નારણપર-નીચલોવાસ દ્વારા રૂા.51,000, સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ,બળદિયા દ્વારા રૂા.51,000, ગોરસિયા સેવા ફાઉન્ડેનશન, બળદિયા દ્વારા રૂા.51,000, કચ્છી લેવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ, બળદિયા દ્વારા રૂા.51,000, કરસન પ્રેમજી કેસરા રાઘવાણી, બળદિયા દ્વારા રૂા.51,000, લક્ષમણ વાલજી કેરાઈ, બળદિયા દ્વારા રૂા.51,000, કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલ ટ્રસ્ટ, બળદિયા દ્વારા રૂા.25,225, લેવા પટેલ જ્ઞાતિ વિદ્યાલય તથા કન્યાશાળા, બળદિયા દ્વારા રૂા.25,000, સહજાનંદ વિજય કંપની, બળદિયા દ્વારા રૂા.25,000 સહીત કુલ રૂા.19,38,558 ના તમામ ચેકો દરેક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કચ્છ કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યા હતા. અગાઉ સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂા.51,00,000 તેમજ રાશનની કિટો તથા પટેલ ચોવીસીના અન્ય મંદિરો દ્વારા રૂા.8,82,000 આપવામાં આવ્યા હતા, હજી પણ સેવા અને અનુદાન જરૂરત પ્રમાણે ચાલુ રાખવામાં આવશે એમ કોઠારી શુકદેવ સ્વામીએ જણાવ્યું હતું.