ઓનલાઈન પેમેન્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યુ છે ભચાઉનું સંગઠન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 22, 2020

ઓનલાઈન પેમેન્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યુ છે ભચાઉનું સંગઠન

ભચાઉ ખાતે કાર્યરત સંગઠન “સમર્પણ સર્વોદય સંગઠન”કોરોનાની કટોકટીના સમયે ખરેખર સધિયારો પુરો પાડી રહ્યું છે. ભચાઉના 14 જેટલા મિત્રોએ સંગઠિત બની જરૂરતમંદોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને આવી વિકટ પરિસ્થિતિમાં આવા લોકો પણ સરળતાથી જીવી શકે એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે !લોકડાઉનની સ્થિતિમાં ઘર બહાર નીકળવાની અવધિ ખુબ જ સીમિત છે ! બીજી તરફ ચીજ વસ્તુઓના દરમાં વણજોઇતો વધારો જોવા મળી રહ્યો છે! ત્યારે એક મોટો સમુદાય એવો છે જેમની પાસે નથી આર્થિક વ્યવસ્થા અને નથી રોજગાર દ્વારા જરૂરીયાતો સંતોષવાની પરવાનગી ! આથી તેમની પરિસ્થિતિ ખરેખર વિકટ બની રહી છે. આ સ્થિતિમાં દરેક સમાજના 145 જરૂરિયાતમંદ વંચિતોને સધિયારો પુરો પાડવા માટે આ સંગઠને નવિનતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હજુ સેવા કાર્યરત છે. તા.8/3ના સંગઠનની બીજી મિટિંગમાં સંગઠનનું નામકરણ તેમજ શિક્ષણ અને આરોગ્ય પર કાર્ય કરવાનું વિચાર બીજ રોપાયું અને આગામી સમયમાં રજીસ્ટ્રેશન કરવાનું પણ વિચારધીન હતું પરંતુ વર્તમાનની જરૂરતને સમજીને તંત્ર સાથે સંકલન માં રહી સંગઠન વંચિતોને સહાયરૂપ બની રહ્યું છે. સંગઠનના સક્રિય સભ્ય ખીમજીભાઈ કાંઠેચા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં જરૂરિયાતમંદ લોકો જે પણ ગામમાં રહેતા હોય તે તેમની નજીકની રાશનની દુકાનમાંથી રાશનની કિટ મેળવી શકે. એ રાશનની કિટનો ખર્ચ જે-તે દુકાનદારને ઓનલાઇન પેમેન્ટ ચૂકવાણા દ્વારા તેમજ નજીકના ગામોમાં કીટ તૈયાર કરીને સંગઠન દ્વારા અર્પણ કરવામાં આવે છે ! આવી પ્રવૃતિના કારણે લોકોને મદદની સાથે લોકડાઉનના નિયમોનું પણ પાલન થઈ શકે છે. સંગઠનની આ પ્રવૃત્તિને દાતાઓ પણ સહયોગ પુરો પાડી રહ્યા છે. ખીમજીભાઈ સાથે બાબુભાઈ સોલંકી, કાનજીભાઇ રાઠોડ, છગનભાઇ ડુંગરીયા સહિત 14 જેટલા સભ્યો ખડેપગે સેવારત છે.