માંડવીમાં ગુટખા વેચાતા ડખો, ગુટખાનો સામાન રોડ પર ફેંકી દેવો પડ્યો, રાત્રે કારમાં લોકો ગુટખા-બીડી લઇ ગયાં - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 22, 2020

માંડવીમાં ગુટખા વેચાતા ડખો, ગુટખાનો સામાન રોડ પર ફેંકી દેવો પડ્યો, રાત્રે કારમાં લોકો ગુટખા-બીડી લઇ ગયાં

લોકડાઉનના પગલે વ્યસનીઓની હાલત બગડી છે. તો દુકાનદારો યેન-કેન પ્રકારે પણ અનેકઘણાં ભાવ વસુલી પાન-માવા અને ગુટખા વેચી રહ્યાં છે. તેવામાં માંડવીમાં ગુટખા વેચવાના મુદ્દે ડખો થયો હતો. ગુટખાનો સામાન રોડ પર ફેંકી દેવાયા બાદ રાતોરાત એક ફોર વ્હીલગાડીમાં આ સામન ઉપાડી જવાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ 20મી એપ્રિલના રાત્રીના બાર વાગ્યાની આસ-પાસ લાકડા બજારમાં આવેલી એક દુકાનમાંથી બે લોકો ગુટખા લેવા આવ્યા હતાં. ત્યારે અન્ય લોકો પણ પહોંચી આવ્યા હતાં. તેવામાં ડખ્ખો થતાં ગુટખાનો માલ રોડ પર ફેંકી ભાગવાની નોબત આવી હતી. ગુટખા ભરેલો આ થેલો ત્યારબાદ એક ખાનગી ફોર વ્હીલ કારમાં ઉપાડી જવાતા આશ્ચર્ય ફેલાયું છે. આ ચાલકે તમામ લોકોને વિખેરાઇ જવાનું કહી ગુટખા-બીડી-તંબાકુનો જથ્થો લઇ ગયો હતો. તેવામાં શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી રાત્રે લાકડા બજારમાં કોન ગુટખા લઇ ગયો તેની તપાસ જરૂરી છે. પોલીસ આ દીશામાં તપાસ હાથ ધરે તો ગેરકાયદેસર માલ વેચતા, માલ લેનાર  અને કારમાં માલ ઉપાડી જનાર લોકો સકંજામાં આવી શકે છે.