ભુજ તાલુકાના કાળીતલાવડી ગામના ખેડૂતે ખેતીમાં સફેદ જાંબુનો સફળ પ્રયોગ કર્યો હતો. જેના કપરા લોકડાઉન વચ્ચે તેને મીઠા ફળ મળ્યા છે. સામાન્યતઃ આપણે ત્યાં ચોમાસા નજીક આવતા કાળા જાંબુના ફળની ખેતી પુષ્કળ જોવા મળે છે, પણ કાળીતલાવડીના શંકર આહિર નામના ખેડૂતે પોતાની વાડીમાં પ્રયોગાત્મક રૂપે આ સફેદ જાંબુ ઉગાડ્યા હતા. લોકડાઉન વચ્ચે તેના સુંદર અને રસદાર ફળ આવતા આ પ્રયોગ સફળ થયો છે. સામાન્યતઃ કચ્છમાં માંડવી અને મુન્દ્રા પંથકમાં તેનો પ્રયોગ થઇ ચૂક્યો છે.
જો કે જાણકારોના મત મુજબ આ ઝાડને પુષ્કળ પાણી જોઈએ છીએ અને દક્ષિણ ગુજરાતમાં તેનો વ્યાપ વધુ છે.તેનો આકાર ગોળ નહીં પણ ઘંટપ્રકારનો હોય છે એટલે ક્યાંક તેને બેલ ફ્રૂટથી પણ ઓળખવામાં આવે છે. આ ફળની ખેતી માર્યાદિત હોતા સ્થાનિક માર્કેટમાં બહુ જ ઓછું જોવા મળે છે. તબિયત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 100 ગ્રામ ની માત્રામાં તેમાં 22.3 માઇક્રોગ્રામ વિટામિન સી હોય છે.ઝાડા અને એસીડીટી ગેસ જેવા રોગ માટે ઉત્તમ સાથે ડાયાબિટીસના દર્દીઓમાં પણ સુગરકંટ્રોલનું તે કાર્ય કરે છે. સાથોસાથ તેમાં વિટામિન એ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.