અમદાવાદથી દવા સુમરાસર જત સુધી પહોંચી અને માસુમ બાળકને નવું જીવન મળ્યું ! - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 23, 2020

અમદાવાદથી દવા સુમરાસર જત સુધી પહોંચી અને માસુમ બાળકને નવું જીવન મળ્યું !

વર્ષના લીવરના રોગથી પીડિત બાળકની જીવનરક્ષક દવા તેના સુધી પહોંચાડવાની સેવાભાવી પ્રવૃત્તિ ભુજના તંત્ર અને સંસ્થાએ કરી હતી ! લોકડાઉનના પરિણામે દિલ્હીમાં અટકી પડેલી દવા ભુજ તાલુકાના સુમરાસર જત ગામ સુધી પહોંચી અને એક માસુમ બાળકને નવું જીવન મળ્યું !સુમરાસર જત ગામના રહેવાસી જત પરિવારનો ચાર વર્ષનો દિકરો સોયેબ જત છેલ્લા અઢી વર્ષથી લીવરી બિમારીથી પીડાય છે ! અમદાવાદ અને મુંબઇ નિયમિત ચેકઅપ કરાવ્યા બાદ દોઢ વર્ષથી આ બાળકની જીવન જરૂરી દવાઓ દર છ મહિને છેક નેધરલેન્ડથી મંગાવવી પડે છે ! ડોક્ટરની સલાહ અનુસાર આ દવાઓ સોયેબને સતત આપતા રહેવું ખૂબ જ ફરજીયાત બન્યું હતું. નેધરલેન્ડથી કુરિયર મારફતે એ દવા સીધી આ પરિવારના ઘરે જ પહોંચતી તેથી નિયમિત રીતે દવા આપવાનું ચાલતું હતું. જ્યારે આ બાળકની દવા મંગાવવાનો સમય આવ્યો ત્યાં કોરોનાની મહામારીએ સમગ્ર દેશને થંભાવી દીધો ! આ સ્થિતિમાં નેધરલેન્ડથી દવા તો રવાની થઈ પરંતુ લોક્કાઉનના પરિણામે દવા અમદાવાદમાં અટકી પડી. ઘરે પહેલી દવા ખૂટી પડી અને સોયેબનની તબીયત લથડવા માંડી. ત્રણ વખત ઇમરજન્સીમાં ડોક્ટરને બતાવતાં તેમણે તેની દવા ફરજીયાત લેવી પડશે તેવું જણાવ્યું !સોયેબના પિતાએ ભુજની સેતુ અભિયાન સંસ્થાના ધવલ ચાડને આ સમસ્યા વર્ણવી. ધવલભાઈએ સેતુ સાથી મિત્ર વિમલ મેહતાને વાત કરતાં તેમણે કુરિયર સાથે સંકલન કરવા છતાં પણ નિષ્ફળતા મળતાં વિમલભાઇએ ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીને વિનંતી કરી. પ્રાંત અધિકારીએ તેમના સ્ટાફ ચિરાગ ભટ્ટને આ જવાબદારી સોંપી અને તાત્કાલિક દવા મેળવવા પ્રયત્નો કર્યા. 21મી તારિખે સફળતા મળી અને દવા કુરિયર મારફતે ગાંધીધામ પહોંચી, પ્રાંત અધિકારી દ્વારા ખાસ સગવડ ઊભી કરાઇ અને ભુજથી એક ખાસ વાહન ગાંધીધામ મોક્લી દવા ભુજ લાવવામાં આવી અને અંતે સુમરાસર જત સોયેબના ઘર સુધી પહોંચતી કરાઈ ! પોતાના વ્હાલસોયા દિકરાને નવું જીવન મળ્યાની ખુશી સાથે તેના પિતાએ પ્રાંત કચેરી, સેતુ અભિયાન અને કુરિયરના પ્રતિનિધિ સંદીપભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.