નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે જાહેર થયેલી રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ અને રાપર સહિતનીમાર્કેટ યાર્ડો સરકારની માર્ગદર્શિકા મુજબ ફરી ધમધમ્યાં હતા. એપીએમસીમાં સામાજિક અંતર જળવાય એ રીતે ખરીદ વેચાણની પ્રક્રિયા પ્રારંભ થઇ ચૂકી છે. ભુજ, અંજાર, ભચાઉ અને રાપર ખાતેના માર્કેટ યાર્ડોમાં જે તે વેપારી અને દુકાનદારોએ સબંધિત માર્કેટયાર્ડ પાસેથી પાસ ઈસ્યુ કરી ખેતપેદાશો, જણસીની હરાજી પ્રારંભ કરી હતી. જો કે મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને કોઠારા ખાતે હરાજીની પ્રક્રિયા થતી નથી. આથી લોકડાઉનના સમયમાં ખેડૂતો પોતાનો માલ વેચી શકે તે માટે બજાર સમિતિના વેપારી, લાયસન્સ ધરાવતાં એકમો, કમીશન એજન્ટો તથા મજુરોની કલેકટર પાસ પરમીશનની પ્રક્રિયા બજાર સમિતિ દ્વારા પ્રારંભ કરાઇ છે. ભુજ એપીએમસીમાં 51 ગુણી રાયડો ઓછામાં ઓછા રૂ.1450 અને વધુમાં વધુ રૂ.1477 તેમજ ઈસબગુલની 133 ગુણીની ઓછામાં ઓછી રૂ.3600 અને વધુમાં વધુ રૂ.4000માં હરાજી થઇ હતી. એમ માર્કેટ યાર્ડના સેક્રેટરી શંભુભાઇ બરારીયાએ જણાવ્યું હતું.
Thursday, April 23, 2020
New