કોરોનાની પરીસ્થિતિને લઇને આરોગ્ય વિભાગને સરકાર સલામતીના સાધનો પુરા પાડી રહી છે. ગાંધીધામમાં 40થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા. તમામ નેગેટીવ આવ્યા પછી પણ કોઇ કચાસ ન રહે તે માટે વહીવટી તંત્રની સૂચનાના પગલે આરોગ્ય વિભાગ અન્ય સંસ્થાઓ પાલિકા, પોલીસ, મામલતદાર કચેરી વગેરેના સહયોગથી આગળ વધી રહી છે. દરમિયાન બે સંસ્થાઓએ આજે પીપીઇ કીટ આરોગ્ય વિભાગને આપી સારૂં ઉદાહરણ પુરૂં પાડ્યું છે. કોરોના વાયરસ સમગ્ર દેશમાં અને દુનિયામાં મહામારી સંકટ સમયે બિમારી સામે લડવા માટે સૈનિકો એવા તબીબોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા સાધનો આપવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગાંધીધામ સંકુલની જે.વી.સી. ટ્રસ્ટ દ્રારા પણ તબીબોની સુરક્ષાનાં સાધનોમાં સહયોગ આપવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા ખરા ભગવાન સમા તબીબોને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પીપીઈ ) કિટ હરિઓમ કોવીડ-19 હૉસ્પિટલ, રામબાગ અને અન્ય ખાનગી તબીબોને કુલ 50 જેટલી કિટ એનાયત કરી હતી. આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટ પ્રમુખ યોગેશકુમાર સોની, સાથે પીપીઇ સેફટી પ્રા.લી. નાં ડાયરેક્ટર શૈલેષ લીંબાણી, સંસ્થાના સ્થાપક અને કાનુની સલાહકાર પારૂલ સોની એડવોકેટ, સેક્રેટરી એકલવ્ય સોની સહયોગી બન્યા હતા.બીજી અન્ય એક સંસ્થા જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા ગાંધીધામ દ્વારા કોરોના વોરીયર્સ ડોક્ટર્સ પોતાની જાનની પરવા કર્યા વગર મહેનત કરી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા માટે 25 પીપીઇ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રામબાગ હોસ્પિટલના સીનીયર સિપ્રીડેન્ટ ડૉ. શ્રીવાસ્તવ, ડૉ. ખત્રી અને મેડીકલ સ્ટાફ, નરેન્દ્ર સંઘવી, પ્રકાશ ખાટેડ, જયસિંહ બોથરા, જીતેન્દ્ર જૈન, સોહનલાલ જૈન વગેરે હાજર રહ્યા હતા.
Thursday, April 23, 2020
New