મુન્દ્રા રોડ રીલોકેશન સાઇટ ખાતે મેરી આવાઝ કરાઓકે ટ્રસ્ટ દ્વારા સંગીતની પ્રવૃતિ કરતી સંસ્થાએ કોરોનાના કપરા કાળમાં લોકડાઉન ચાલુ છે ત્યારે પોલીસ સ્ટાફ તેમજ જરૂરતમંદોને શરૂઆતમાં માસ્ક બનાવીને વિતરણ, રાશનકીટનું વિતરણ અને નિરાધાર તથા વિધવા બહેનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ હવે જાહેર અને ખાનગી સ્થળોએ સેનેટાઇઝ કરવાનું શરૂ કર્યું છે અને તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.સંસ્થાની એક યાદીમાં જણાવાયા મુજબ સ્થાનિક નગરસેવકના સહયોગથી કોરોના વાયરસ સામે લડવા માટે સોડીયર હાઇડ્રોફોલ રસાયણની વ્યવસ્થા કરાવી આપી હતી. જેનાથી સેનેટાઇઝ કરી શકાય. ગ્રુપના પ્રમુખ મુકેશ ઉમરાણીયાએ પણ પોતાની આગવી સૂઝથી સેનેટાઇઝ કરવા માટેનું મશીન તૈયાર કરી નાખ્યું. તેમજ પોતાની કાર પણ આ કાર્ય માટે ફાળવી દીધી. જેને લીધે પ્રવૃતિએ ધમધમાટ પકડ્યો અને કેટલીક સોસાયટી, હોસ્પિટલ, બેંક, મંદિર, સરકારી-ખાનગી કચેરીઓ, રેસી. વિસ્તારમાં સેનેટાઇઝ કરવામાં આવ્યું. લોકડાઉન ચાલુ હશે ત્યાં સુધી આ કાર્ય કરવા સંસ્થા કટિબદ્ધ છે. કોઇને પણ સંપર્ક કરવો હોય તો મુકેશ ઉમરાણીયા 9925447087 અને ભરત સોની 9879121562 પર કરી શકશે. આ કાર્યમાં અમર જોષી, અલ્પેશ ઉમરાણીયાનો પણ સહયોગ મળી રહ્યો છે.
Thursday, April 23, 2020
New