રાપર તાલુકાના ખાનપર ગામની સીમમાં લોકડાઉન વચ્ચે કારમાં દારૂની હેરફેર કરી રહેલા બે શખ્સોને રૂ. 1.23 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પોટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે પકડી લીધા હતા, જો કે આ દરોડામાં જે કુખ્યાત બુટલેગરનો માલ હતો તે ફરી દરોડા સમયે હાજર મળ્યો ન હતો.આ બાબતે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન સમયમાં પોલીસની ટીમ આડેસર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે ખાનપર ગામની સીમમાં મારુતિ અલ્ટો અને વોક્સ વેગન કારમાં દારૂની હેરફેર કરી રહેલા રાપરના ગેલીવાડીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવણભાઇ કોલી અને ખાનપરમાં રહેતા ગોવિંદ કરશન કોલીને રૂ.96,600 ની કિંમતના ભારતીય બનાવટના વીદેશી દારૂની 750 એમએલની 276 બોટલ અને રૂ.27,000 ની કિંમતની 180 એમએલની 270 બોટલ મળી કુલ રૂ.1,23,600 ની કિંમતનો દારૂ કારમા઼ હેરફેર કરી રહ્યા હતા તે દરમિયાન પકડી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મારૂતી અલ્ટો અને વોક્સ વેગાન બે કાર અને 7 મોબાઇલ સહિત કુલ રૂ. 8,46,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડામાં જે કુખ્યાત બુટલેગરનો આ જથ્થો હતો તે પલાસવાનો રામા વજા ભરવાડ અને રાપરનો પુના ભાણા ભરવાડ આ વખતે પણ પોલીસ પકડથી દૂર જ રહ્યા હતા.
Thursday, April 23, 2020
New