કચ્છમાં ગુરૂવારે બાકી રહેલા 14 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેમાં માધાપરના પોઝિટિવ કેસમાં કમ્પાઉન્ડર અને લખપત તાલુકાના કોટડા મઢના પોઝિટિવ કેસમાં વૃદ્ધનો રિપીટ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. પરંતુ, શુક્રવારે ભુજ શહેરના જોડિયા માધાપર ગામમાં 35 વર્ષીય અને ગાંધીધામમાં 43 વર્ષીય યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા બંનેના સેમ્પલ લેવાયા છે. એ સિવાય બીજો કોઈ ચિંતાજનક બનાવ શુક્રવારે જિલ્લામાં ક્યાંય નોંધાયો નથી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી પોઝિટિવ રિપોર્ટની કુલ સંખ્યા 6 છે, જેમાં દાખલ વધુ 2 દર્દીના રિપોર્ટ પણ શુક્રવારે નેગેટિવ આવ્યા છે. એ અગાઉ ગુરૂવારે માધાપરના એક પરિવારની પુત્રવધૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, પુત્રવધૂના સસરાનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. પરંતુ, સાસુ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. લખપતના આશાલડી પોઝિટિવ કેસની પ્રૌઢાનો ફરી રિપીટ સેમ્પલ મોકલાશે. એ સિવાય શુક્રવારે નવા 20 સેમ્પલ લેવાયા છે. ઘરે ઘરે જઈ આશા અને આંગણવાડી કાર્યકરોએ બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે, જેમાં ફલુવાળા 298 દર્દીને પ્રાથમિક અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.
Saturday, April 25, 2020
New