માંડવી તાલુકામાં નકળેલા કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ બાદ તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતનો વહીવટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ 50 જેટલા કેસો નેટેગિટવ આવતાં ફરી એપીએમસીનો વહીવટ શરૂથતા ખડૂતોએ રાહનો દમ લીધો હતો.માંડવી તાલુકાના ખેડૂતો માટે ખરીદી વેચાણનું મહત્વ સ્થળ એવા માંડવી એપીએમસી પર વર્ષોની પરંપરા મુજબ શાકભાજીની કરાતી ખેરીદી પુન: શરૂ કરવામાં આવી છે. સવારે 7થી 8 દરમિયાન વેપારી અને ખેડૂતો ઉપસ્થિત રહી હરાજીની પરંપાર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અનાજ માર્કેટ પણ સવારે 9.30થી 12.00 વાગ્ય દરમિયાન અને સાંજે 2થી 5 દરમિયાન અનાજ માર્કેટ ચાલુ રહેશે. એપીએમસીના ચેરમેન પ્રભુભાઈ વસાવાએ સોસિયલ ડિસ્ટન્સથી લઈ સેનેટાઈઝર સહિતની સુવિધા સાથે આરોગ્યલક્ષી પુરતુ ધ્યાન રાખવા સાથે વેપારીઓ તથા ખડૂતોની સરકારના સૂચનોનું પાલન કરવા આગ્રહ રાખ્યો હતો.
Saturday, April 25, 2020
New