રૂટિન ચેકઅપ કરતા જનરલ હોસ્પિટલના ડોકટરોને 100 PPE કીટ આપવામાં આવી, નિવાસી ડોક્ટરોની NMOએ ચિંતા કરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 25, 2020

રૂટિન ચેકઅપ કરતા જનરલ હોસ્પિટલના ડોકટરોને 100 PPE કીટ આપવામાં આવી, નિવાસી ડોક્ટરોની NMOએ ચિંતા કરી

કોરોના વૈશ્વિક મહામારીમાં ફ્રન્ટલાઈન સોલ્જર ડોક્ટર છે.ત્યારે તેની સલામતી માટે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દર્દીઓના રૂટિન ચેકઅપ કરતા ભુજની જી.કે જનરલ હોસ્પિટલના ડોકટરોને 100 PPE કીટ આપવામાં આવી હતી.જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ પોઝિટિવ દર્દીઓ અને આઇસોલેશન વોર્ડમાં કાર્યરત ડોક્ટરોને તો સરકાર દ્વારા જ પીપીઈ કીટ આપવામાં આવી છે.પણ નિવાસી ડોકટરો માટે એક કદમ આગળ વિચારી NMO ગુજરાત પ્રાંત દ્વારા આ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્યતઃ તાવ,ઉધરસ,શરદી કે ઇએનટી સંબંધિત સહિતના સામાન્ય રોગના રૂટિન ચેકઅપ કરતા નિવાસી ડોકટરો દર્દીઓના સીધા સંપર્કમાં આવતા હોય છે.જે ટેસ્ટ વગર ખબર પણ નથી હોતી કે તે દર્દી કોરોના કેરિયર છે કે કેમ ?.ત્યારે આવા કિસ્સામાં ડોકટરો સલામત રહે તે માટે 100 જેટલી PPE કીટ આપવામાં આવી હતી, આ સમયે NMO ગુજરાત પ્રાંત સચિવ ડો.સુરેશ રૂડાણી,ભુજના પ્રમુખ ડો.ક્રિપાલસિંહ જાડેજા,ભુજના ઉપપ્રમુખ ડો.પન્નાબેન રૂડાણી સાથે ડો.રૂપાલી મોરબીયા હાજર રહ્યા હતા.મેડિકલ એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હરાણી અને અદાણીના ડો.શાર્દુલ પણ હાજર રહ્યા હતા.અદાણી વતી તેઓએ NMOનો આભાર વ્યક્ત કર્યો હતો.રાજ્યભરમાં આ ભુજ સહીત 700 કીટ ડોકટરો માટે સંસ્થા દ્વારા ફાળવવામાં આવી હતી.ભુજના જાણીતા સર્જન અને સંસ્થાના ગુજરાત પ્રાંત સચિવ  ડો.સુરેશ રૂડાણીએ ડોક્ટરોને સલાહ આપી હતી,કે સામાન્ય લક્ષણવાળા દર્દીઓને તપાસવામાં પણ ડોક્ટરોએ ધ્યાન રાખવું જોઈએ.સાવચેતીના પગલાં રૂપે PPE કીટ પહેરવી જોઈએ. કારણ કે તેઓ સીધા જ એક્સ્પોઝરમાં આવતા હોય છે.કારણ કે ટેસ્ટિંગ વગર તે દર્દી કોરોના કેરિયર છે કે નહીં તેનું પણ અંદાજો આવી શકતો નથી.આમ ડોક્ટરોને સાવચેત રહેવાની સલાહ તેમણે આપી હતી.આ ઉપરાંત સંસ્થા દ્વારા આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ રોગપ્રતિકારક શક્તિ કેમ વધે તે અંગે માર્ગદર્શન પણ છેવાડાના વિસ્તાર સુધી આપવામાં આવી રહ્યું છે.