ભલભલાને ધ્રુજાવી નાખનારા અને ઝડપભેર સંક્રમણ કરવાના લક્ષણ ધરાવતા કોવિડ-19ની મહામારી સામે ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના તબીબો, નર્સીંગ સ્ટાફ અને અન્ય અનેક કર્મચારીઓએ રીતસરનો જંગ જ છેડ્યો હતો. 21મી માર્ચથી એક પછી એક છ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ થયાં. તેમને ઝડપભેર સાજા કરવાની કવાયત આ ટીમે શરૂ કરી. માધાપરના એક વૃદ્ધને બચાવી ન શકાયા હોવા છતાં બાકીના ચાર દર્દીઓને રોગ મુક્ત કરી દેવાયા અને એક દર્દી પણ કોરોનાને જ બાયબાય કરવા જઇ રહ્યો છે ત્યારે સલામ છે આ નરબંકાઓને કે જેમણે પોતાના જાનની પણ પરવા ન કરી અને વટભેર કોરોનાને લડત આપી.20મી માર્ચથી કચ્છમાં પોતાની હાજરી વર્તાવનારા કોરોના સામે આમણે જંગ છેડ્યો હતો. પોઝિટિવ દર્દીઓને સારવાર આપીને કચ્છને કોરોનાથી મુક્ત કરાવવાની દિશામાં ભુજની જનરલ હોસ્પિટલના તબીબી અને અન્ય સ્ટાફે યોદ્ધાની ભૂમિકા ભજવી હતી.
Wednesday, April 29, 2020
New