કંડલા આવેલા 4 ક્રૂ મેમ્બરને હોટલમાં ક્વોરન્ટીન કરાશે?, પ્રાંત ઓફિસરે કલેક્ટરને રિપોર્ટ મોકલ્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, April 29, 2020

કંડલા આવેલા 4 ક્રૂ મેમ્બરને હોટલમાં ક્વોરન્ટીન કરાશે?, પ્રાંત ઓફિસરે કલેક્ટરને રિપોર્ટ મોકલ્યો

લોકડાઉન છતાં શ્રમિકોને લાવવાના મુદ્દામાં ચર્ચાના ઘેરાવામાં ઘેરાયેલી ડીપીટી ચાર જેટલા ક્રૂ મેમ્બરને હોમ ક્વોરન્ટાઇન કરવા પડે તેવી સ્થિતિ હોવાથી વહીવટી તંત્રમાં આ બાબતની જાણકારી આપીને યોગ્ય કાર્યવાહી માટે જણાવાયું છે. ખાનગી હોટલમાં હોમ ક્વોરન્ટાઇન કરાવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.ડીપીટીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીન દયાળ પોર્ટમાં વિદેશથી જહાજો આવવાની અને જવાની પ્રક્રિયા ચાલું જ છે. જે જહાજ આવી રહ્યા છે તેમાં અગાઉની માર્ગદર્શિકા મુજબ ક્રૂ સભ્યોને બહાર નિકળવાનું હોતું નથી અને સ્ક્રીનીંગ કરવામાં આવે છે ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દરમિયાન મળતા સંકેત મુજબ ચાર ક્રૂ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવા પડે તેવી શક્યતાના પગલે ડીપીટી દ્વારા આ બાબતે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રાંત ઓફિસર જોશીએ જણાવ્યું હતું કે, ક્રૂ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવા માટે ડીપીટીએ કરેલી દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામમાં 588થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઇન તબક્કાવાર કરવામાં આવ્યા હતા.સંબંધિતોનો સમયગાળો પૂર્ણ થતાં હોમ ક્વોરન્ટાઇનનો પીરીડય પુરો થયેલાના હોમ ક્વોરન્ટાઇન મુક્ત કરવામાં આવ્યા હતા. હજુ પણ કેટલાક હોમ ક્વોરન્ટાઇનના પીરીડયમાં છે દરમિયાન અત્યાર સુધી કચ્છ સલામત છે. કોરોના મુક્ત બને તેવી પણ શક્યતાઓ ઉભી થઇ છે. તેવા સંજોગોમાં હવે વિદેશથી આવતા ક્રૂ સભ્યોને ક્વોરન્ટાઇન કરવા માટે ખાનગી હોટલમાં વ્યવસ્થા ઉભી કરવા ચર્ચા થાય છે. જો તે મુજબ પ્રક્રિયા થશે તો ગાંધીધામમાં સંભ‌વત: પ્રથમ આવો દાખલો હશે જ્યાં હોમ ક્વોરન્ટાઇનના મુદ્દે તંત્રને સંબંધિત લોકોના ઇતિહાસને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી પડે. પચરંગી વસતી ધરાવતા ગાંધીધામ સંકુલમાં અત્યાર સુધી 588 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે પરંતુ હજુ સધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. લોકડાઉનનો શહેરના લોકોએ ખૂબ જ હિંમત અને ધીરજ પૂર્વક સામનો કર્યો તે કાબીલેદાદ છે. પરંતુ સરકારે આપેલી કેટલીક છૂટછાટનો ગેરફાયદો ઉઠાવીને કામ વગર બહાર નિકળી જવું હાલની સ્થિતિ જોતાં ઉચિત નથી. અત્યારની સ્થિતિ જોતાં સરકારની ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.