માંડવી એસ.ટી. ડેપો પર ગુજરાત સરકારના આદેશ મુજબ બસોને સેનેટાઇઝ કરી સ્ટેન્ડબાય કરાય છે. સરકારના આદેશ મુજબ એસ.ટી. બસોને જણાવવા મુજબના સ્થળોએ મોકલાશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે એક બસમાં 20 થી વધુ વ્યક્તિઓને બેસવા દેવા પર રોક લગાવવામાં આવી છે.કોરોનાને ભારતમાં અટકાવવા લોકડાઉન છે. ત્યારે પોતાના વતન તરફ પગપાળા જઇ રહેલ પરપ્રાંતિઓને પોલીસ દ્વારા તેમના નિર્ધારિત કારેલ સ્થાને મૂકી આવવામાં આવે છે અને ત્યારબાદ સરકારના આદેશ મુજબ તેઓનો કોરોના ટેસ્ટ કરી તેઓને પોતાના વતન મુકવાની કામગીરી હાથ ધરાય છે. સરકાર તરફથી એસ.ટી. વિભાગને આ કામગીરીમાં સોંપવામાં આવેલ હોવાથી માંડવી બસસ્ટેન્ડ પર પણ 15 થી 20 બસોને સેનેટાઇઝ કરી સ્ટેન્ડબાય કરાય છે. જેથી સરકાર તરફથી આદેશ જો કોઈ આદેશ મળે તો તાત્કાલિક ધોરણે બસને મોકલી શકાય.
Wednesday, April 29, 2020
New