લાઠી શહેર પોલીસ સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા પોલીસ નું ઉત્સાહ વર્ધક બહુમાન ગુલાબ નું પુષ્પ અને તાળી નાદ થી સન્માન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 9, 2020

લાઠી શહેર પોલીસ સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા પોલીસ નું ઉત્સાહ વર્ધક બહુમાન ગુલાબ નું પુષ્પ અને તાળી નાદ થી સન્માન


નટવરલાલભાતિયાદ્વારા દામનગર જીવાય સતાધાર ચેક પોસ્ટ ખાતે આરોગ્ય વિભાગ પ્રા. આ. કેન્દ્ર ચાંવડ  દ્વારા પોલીસ સ્ટાફ નું કરાયું અભિવાદનછેલ્લા ૧૧ દિવસ થી જીવાય સતાધાર ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા લાઠી તાલુકા પોલીસ પી એસ આઇ શ્રી વાય. પી. ગોહિલ સાહેબ સહિત ના સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા લોક ડાઉન દરમિયાન દિન રાત કામગીરી કરવામાં આવી રહી છે, જે લોકો ની સ્વાસ્થ્ય ની કાળજી રૂપે મેડીકલ ઓફિસર ડૉ. મુકેશ સિંહ પ્રા. આ. કેન્દ્ર ચાવન્ડ દ્વારા ચેક પોસ્ટ અને આજુબાજુ ની જગ્યા એ સાફ સફાઈ કરી અને સોડિયમ હાઇડ્રોકલોરીડ સોલ્યુશન નો છટાકાવ કરી સેનીતાઇઝેશન કરેલ છે. અને તમામ સ્ટાફને સેનિટાઈઝ માસ્ક નું વિતરણ કરેલ છે, તેમજ પોલીસ સ્ટાફ દ્વારા જે આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી તેઓ ને ગુલાબ ના પુષ્પો આપી તાળીઓ ના ગડગડાટ સાથે અભિવાદન કરવામાં આવેલ છે.ડૉ. મુકેશ સિંહ દ્વારા કરાવવામાં આવેલ આ કામગીરી દરમિયાન ડૉ. હિતેશ પરમાર, બી. કે. સોલંકી, મનોજભાઈ બારૈયા, મેહુલભાઈ બાગડા, રાજભાઈ દીક્ષિત, પ્રિયકાંત ભટ્ટી સહિત ના આરોગ્ય  સ્ટાફ દ્વારા કામગીરી કરી હાજર રહેલ છે.