LRD ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા તમામ ઉમેદવારોની નિમણુક પ્રક્રિયા પુર્ણ કરી ઓર્ડર આપવા રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની સરકાર સમક્ષ રજુઆત. - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 9, 2020

LRD ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા તમામ ઉમેદવારોની નિમણુક પ્રક્રિયા પુર્ણ કરી ઓર્ડર આપવા રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની સરકાર સમક્ષ રજુઆત.

LRD ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા તમામ ઉમેદવારોની નિમણુક પ્રક્રિયા પુર્ણ કરી ઓર્ડર આપવા રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની સરકાર સમક્ષ રજુઆત.
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોક્બેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી તથા કરછ કલેક્ટર ને લેખીતમાં રજુઆત કરતાં જણાવવાનું કે હાલ નોવેલ કોરોના વાયરસ ની મહામારીને પહોંચી વળવા માટે સમગ્ર ભારતને લોકડાઉન કરેલ છે.જેના કારણે ગુજરાત રાજયમાં પણ કડક અમલવારી થઈ રહી છે તેમજ ગુજરાત પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે છે.જેમાં ગુજરાત રાજય પોલીસ વડા ડી.જી.પી શ્રી અને માન.નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ છે કે અગાઉ LRD ભરતી પ્રક્રિયામાં પાસ થયેલ ઉમેદવારો કે જેમની આજ દિન સુધી નિમણુક પ્રક્રિયા પુર્ણ કરેલ નથી.માટે તેવા તમામ ઉમેદવારોને સત્વરે નિમણુક પ્રક્રિયા પુર્ણ કરી નિમણુક આપવામાં આવે જેથી રાજયમાં કોરોના ની મહામારી સામે પુરા જોશથી સામનો કરી શકાય.તેમજ તમામ ઉમેદવારોને નિમણુક આપી તેમને દેશ સેવા કરવાનો મોકો આપવા ની માંગ ધારાસભ્યશ્રી એ સરકારશ્રી સરકાર સમક્ષ કરી.