કોરોનાના કહર વચ્ચે દેશમાં લોકડાઉનના દિવસો વધારાયા છે. હવે દરેક જિલ્લા અને તાલુકાઓની કામગીરીનું મુલ્યાંકન થવાનું છે. તેવામાં કચ્છમાં પણ બહારના લોકો પ્રવેશે નહીં તે માટે પોલીસ સતર્ક છે. મુખ્ય રસ્તાઓ તો ઠીક પણ રણના ચોર રસ્તા પરથી કોઇ પ્રવેશી ન જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સુરજબારી પાસેનો કાચો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે.આમ તો કચ્છમાં પ્રવેશવા માટે સુરજબારી અને આડેસર ચેકપોસ્ટ મુખ્ય બે રસ્તા છે. પરંતુ રણમાં કેટલાક દુર્ગમ માર્ગો પણ છે. મુખ્ય રસ્તા પર તો પોલીસનો ચોકી પહેરો સખ્ત છે. પરંતુ હવે ચોર રસ્તા તથા દુર્ગમ માર્ગો પર પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો ચોરાવાંઢ પાસે કાચો રસ્તો જે માણાબા જતો હતો. તે કાચો રસ્તો બંધ કરી દેવાયો છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ રોડ હવે વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જેના પગલે હવે કચ્છમાં પ્રવેશવું અશક્ય બન્યું છે. તેથી હવે મુખ્યમાર્ગોની સાથે કચ્છમાં પ્રવેશવાના તમામ કાચા માર્ગો પણ બંધ છે.પૂર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠોડ, ડિવાયએસપી, સામખિયાળી પીએસઆઇ એન.વી. રેહવર સહિતના કાફલાએ આ માર્ગની મુલાકાત લીધી હતી. જે કાચો રસ્તો માણાબા જતો હતો તે બંધ કરી દેવાયો છે. જેથી હવે પોલીસની પરવાનગી વગર અહીં થી વાહનો પસાર થઇ શકશે નહીં.