લોકડાઉનના પગલે આવશ્યક સેવાઓ સીવાયની તમામ ગતીવીધીઓ પર પ્રતિબંધ હોવા છતાં નશાના બંધાણીઓની સતત ઉઠતી માંગને જોતા તેના સપ્લાયર પણ યેનકેન પ્રકારે કામગીરી ચાલુ રાખતા હોવાના ઉઠતા સુરો વચ્ચે સામખીયાળી મોરબી હાઈવે પર પોલીસે ચાર દુકાનમાં દરોડો પાડીને માવા મસાલા બનાવવાની ધમધમી રહેલી ફેક્ટરીજ પકડી પાડી હતી. જેમાં તૈયાર 64 હજાર માવા અને મશીનરી સહિતનો મુદામાલ જપ્ત કરી, બે શખસોની અટક કરાઈ હતી.સામખીયાળી પોલીસ દ્વારા બાતમીના આધારે સોમવારના રાત્રીના સમયે સામખીયાળી મોરબી રોડ પર આવેલી ઓરેવા (અજંતા) કંપની અંદર આવેલી દુકાનોમાં ઉપરના માળે ચાર દુકાનોમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર ધસી જતાજ એક દુકાનમાં છ મશીનરીઓ થકી માવા મસાલા બનાવવાનુ ચાલતું કામ નજરે ચડ્યું હતું. હાલ જ્યારે કોરોના મહામારીના સંદર્ભે સમગ્ર દેશમાં આવશ્યક સેવાઓ સીવાયની ગતીવીધી બંધ રાખવાનું ફરમાન છે અને કચ્છમાં ધારા 144 પણ લગાવવામાં આવી છેય. ત્યારે જાહેરનામા ભંગની ગતીવીધી સંદર્ભે પોલીસે સ્થળ પર મળી આવેલા સુનીલભાઈ પ્રેમજીભાઈ કૈલા (પટેલ) (ઉ.વ.33) અને અશ્વિનભાઈ પ્રેમજીભાઈ કૈલા (ઉ.વ.42) (રહે. બંન્ને આનંદનનગર સોસાયટી, બાયપાસ રોડ, મોરબી) ની અટક કરીને ગુન્હો દાખલ કર્યો હતો.મોડી રાત સુધી ચાલેલી ઝડપાયેલી વસ્તુઓની ગણતરી બાદ કુલ છ મશીનરી સાથે, સોપારીઓના થેલાઓ, પ્લાસ્ટીક, 64 હજાર તૈયાર માવા મસાલા મળીને કુલ 4,10,920નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અહી નોંધવુ રહ્યુ કે તાજેતરમાં માવાને ડ્રોન ખાતે ડીલવરી દેવા બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારે આખી માવાની ધમધમતી ફેક્ટરીજ મળી આવતા આશ્ચર્ય ફેલાયું હતું. આ કામગીરીમાં પીએસઆઈ એન.વી. રહેવર, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ એમ. બોડાત, કોન્સ્ટેબલ જયકિશનસિંહ ઝાલા, ચંદ્રકાંત ભાટીયા, અજીતસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.ચાર દુકાનોમાં ચાલતી આ ફેક્ટરીમાં એક દુકાન ઓફિસના કામકાજમાં, બે દુકાન માવાનો સ્ટોક કરવા માટે તેમજ એક દુકાનમાં માવાની બનાવવાનું કામ ચાલતું હતું. કાર્યવાહિમાં સ્થળ પરથી 185 કિલો આખી સોપારી, 20 કિલો કટીંગ સોપારી, તૈયાર 64 હજાર મસાલા, ચુનાના 12 થેલા, પ્લાસ્ટિકના 6 રોલ, તમાકુ, રબ્બર સહિતની છુટક અન્ય સામગ્રી, રોકડ 45,180 અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
Wednesday, April 15, 2020
New